/connect-gujarat/media/post_banners/e2a07a9edccc61e0f04430833101a5a61182bccf7b7baf3c12f8cca80e251d4a.webp)
ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ હવે ટેસ્ટ બાદ વનડે સીરિઝની તૈયારીમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે 17 માર્ચના મુંબઈના વાનખડે સ્ટેડિયમમાં પહેલી મેચ રમાવવા જઈ રહી છે અને બંને ટીમ ત્યાં પંહોચી ગઈ છે. હાલ સમાચાર મળી રહ્યા છે કે બંને ટીમ 15 માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે. ઓસ્ટ્રેલીયાના એ ખેલાડીઓ જે ટેસ્ટ પછી વનડે ટીમમાં નથી એ તેઓ પરત ફરશે અને જે ખેલાડીઓ ટેસ્ટમાં નહતા પણ વનડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા છે તેઓ ભારત પહોંચી ગયા છે. આ બધા વચ્ચે હાર્દિક પંડ્યા જેને પહેલી વનડે માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો તે હવે તેની સામે એક મોટો પડકાર છે. આ સાથે જ રોહિત શર્મા પહેલી મેચ બાદ બીજી મેચથી ટીમ ઈન્ડિયામાં જોડાશે.
હાર્દિક પંડયા સામે હાલ એક મોટી ચેલેન્જ હશે કારણ કે આખી ઓસ્ટ્રેલીયા ટીમ તેને માટે નવી હશે. હાર્દિક પંડયા ટેસ્ટ સીરિઝનો હિસ્સો નહતા અને હવે વનડેમાં ફરી આવી રહ્યા છે. આટલું જ નહીં પણ હાર્દિક પંડયા પર હાલ એક મોટી જવાબદારી એ છે જે રોહિત શર્માએ આ વર્ષે વન ડેમાં કરી બતાવ્યું છે એ એમને પણ કરવું પડશે.
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ વર્ષે અત્યાર સુધીમાં છ વનડે રમી ચૂકી છે અને એ બધામાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્માએ સંભાળી છે અને ટીમ ઈન્ડિયા તેમાં એક પણ મેચ હારી નથી. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાને પહેલા ત્રણ વનડેમાં હરાવ્યું હતું અને એ બાદ ત્રણ વનડે સીરિઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા આ પહેલા પણ ભારતીય ટીમ માટે T20 માં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને IPLમાં તેની ટીમ ગુજરાત ટાઇટન્સ માટે ટાઇટલ પણ જીતી ચૂક્યો છે. પણ ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડયા પહેલીવાર વનડેમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.