New Update
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા અહીં એક મોટી ઘટના બની છે. ગુરુવારે જીમખાના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ચાહકોની ભારે ભીડ ટિકિટ માટે એકઠી થતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાતથી જ ફેન્સ ટિકિટ ખરીદવા સ્ટેડિયમની બહાર પહોંચવા લાગ્યા હતા. જેમ જેમ સવાર થતી ગઈ તેમ તેમ ભીડ વધી જેના કારણે નાસભાગ મચી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
Latest Stories