ICCએ વનડે અને ટી20 ફોર્મેટ માટે નવા નિયમની કરી જાહેરાત

New Update
ICCએ વનડે અને ટી20 ફોર્મેટ માટે નવા નિયમની કરી જાહેરાત

ક્રિકેટની વર્લ્ડ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ એટલે કે આઈસીસીએ મંગળવારે વનડે અને ટી20 ફોર્મેટ માટે નવા નિયમની જાહેરાત કરી દીધી છે. આ તમામ ટીમો માટે ચિંતાનો વિષય છે. નવા નિયમ અનુસાર, જો કોઈ ટીમ એક ઈનિંગ્સમાં ત્રીજી વાર ઓવર ફેંકવામાં 60 સેકન્ડથી વધારે સમય લેશે તો તેના પર 5 રનની પેનલ્ટી લાગશે. હાલમાં તેને ટ્રાયલ તરીકે પુરુષ કેટેગરીમાં વનડે અને ટી 20 ફોર્મેટમાં લાગૂ કરવામાં આવશે. ટ્રાયલ ડિસેમ્બર 2023થી શરુ થશે, જે એપ્રિલ 2024 સુધી ચાલશે. તેની પાછળનું કારણ એ છે કે, ઘણી વાર મેચ નિશ્ચિત સમયમાં પુરી થઈ શકતી નથી. ત્યારે આવા સમયે ઘણી વાર ટીમો પર દંડ લગાવામાં આવે છે. પણ પેનલ્ટી રન મેચના રિઝલ્ટને પ્રભાવિત કરી શકે છે.

Advertisment

આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોર્ડની બેઠક બાદ વન ડે અને ટીમ 20 ક્રિકેટમાં નવા નિયમ લાગૂ કરવા પર સહમિત બની ગઈ છે. બોલીંગ કરનારી ટીમે હવે એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડમાં શરુ કરવાની રહેશે. પહેલી અને બીજી વાર આવું કરવા પર કોઈ પેનલ્ટી લાગશે નહીં, પણ એક ઈનિંગ્સમાં કોઈ ટીમ ત્રીજી વાર આવું કરશે તો તેના પર 5 રનની પેનલ્ટી લાગશે એટલે કે વિરોધી ટીમના સ્કોરમાં 5 રન જોડાઈ જશે. આઈસીસીએ પિચને બેન કરવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે.

Advertisment