T20 વર્લ્ડકપ વચ્ચે ICCએ જાહેર કર્યું રેન્કિંગ,ભારતનો આ બેટ્સમેન ટોપ પર

સ્પોર્ટ્સ : સમાચાર : હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે. આ વર્લ્ડકપના રોમાંચ વચ્ચે ICC દ્વારા T20 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે.

New Update
T20 World Cup

હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે. આ વર્લ્ડકપના રોમાંચ વચ્ચે ICC દ્વારા T20 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. જો કે બેટ્સમેનોની રેન્કિંગમાં બહુ ખાસ ફેરફાર થયો નથી, પરંતુ ઓલરાઉન્ડરોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ટીકાઓ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ માટે સારા સમાચાર આવ્યા છે. તેણે બેટ્સમેનોની રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે.

ભારતનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદર ટોપ પર યથાવત છે. બાબર આઝમ બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આકરી ટીકાઓ વચ્ચે બાબરના રેન્કિંગમાં ઉછાળો આવ્યો છે. આ દરમિયાન ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર 2 સ્થાન આગળ વધીને 5માં સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડ 6 સ્થાન ઉપર ચઢીને ટોપ 10માં સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો.તો આ તરફ આફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર મહંમદ નબી ઓલરાઉન્ડરની શ્રેણીમાં પ્રથમ નંબરે છે તો 

Latest Stories