ICC પ્લેયર્સ ઓફ ધ મંથની જાહેરાત, પાકિસ્તાની સ્પિનર ​​નોમાન અલીએ બાજી મારી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે ICC પ્લેયર્સ ઓફ ધ મંથની જાહેરાત કરી છે. પાકિસ્તાની સ્પિનર ​​નોમાન અલીને મેન્સ કેટેગરીમાં પ્લેયર

New Update
criket paki
Advertisment

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે ICC પ્લેયર્સ ઓફ ધ મંથની જાહેરાત કરી છે. પાકિસ્તાની સ્પિનર ​​નોમાન અલીને મેન્સ કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યો છે. જ્યારે વુમન્સ કેટેગરી ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરને આ એવોર્ડ આપ્યો છે.નોમાનની સાથે ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર ​​મિચેલ સેન્ટનર અને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પણ રેસમાં હતા. સેન્ટનરે ભારત સામે અને રબાડાએ બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Advertisment

નોમાન અલીએ ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 20 વિકેટ લીધી હતી. તેણે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી પાછળ રહેલા પાકિસ્તાનને બાકીની બે મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બીજી ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 101 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.બીજી ઇનિંગમાં તેણે 46 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. તેણે ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 88 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 42 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ 45 રન બનાવ્યા હતા.

Latest Stories