ICC રેકિંગ: T20માં તિલક વર્મા ટોપ-2 બેટર, વરુણ ચક્રવતીનો ટોપ-5 બોલરમાં સમાવેશ

ભારતીય બેટર તિલક વર્મા T-20ના ટોપ-2 બેટર બની ગયા છે. બુધવારે જાહેર કરવામાં આવેલી ICC રેન્કિંગમાં તે બીજા સ્થાને આવી ગયો છે. આટલું જ નહીં,

New Update
tilak vrma

ભારતીય બેટર તિલક વર્મા T-20ના ટોપ-2 બેટર બની ગયા છે. બુધવારે જાહેર કરવામાં આવેલી ICC રેન્કિંગમાં તે બીજા સ્થાને આવી ગયો છે. આટલું જ નહીં, વરુણ ચક્રવર્તીએ 25 સ્થાનની છલાંગ લગાવીને ટોપ-5 બોલર્સમાં સ્થાન મેળવ્યું છે.22 વર્ષીય તિલક વર્મા હવે માત્ર ટ્રેવિસ હેડથી પાછળ છે. હેડ 855 રેન્કિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે તિલક વર્માના 832 રેન્કિંગ પોઈન્ટ છે.

Advertisment

T-20 બોલરોની રેન્કિંગમાં વરુણ ચક્રવર્તીના 679 પોઈન્ટ છે. તે 30મા સ્થાને હતો.તેણે ઈંગ્લેન્ડ સામેની T-20 શ્રેણીની ત્રીજી મેચમાં 5 વિકેટ ઝડપી હતી. આનો લાભ તેને મળ્યો. આ મેચમાં તિલક વર્માએ 14 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેણે બીજી T-20માં 72 રનની અણનમ ઇનિંગ રમી હતી.તિલક વર્મા પાસે વિશ્વનો સૌથી યુવા નંબર-1 T20 બેટર બનવાની તક છે. તેમની ઉંમર 22 વર્ષ 82 દિવસ છે. આ રેકોર્ડ બાબર આઝમના નામે નોંધાયેલો છે. બાબર 23 વર્ષ 105 દિવસની ઉંમરે T20નો નંબર-1 બેટર બન્યો હતો.

Latest Stories