ICC T20 રેન્કિંગ: હાર્દિક પંડ્યા નંબર વન ઓલરાઉન્ડર, તિલક વર્મા ત્રીજા સ્થાને !

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે.

New Update
hardik 11
Advertisment

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે. તે જ સમયે, સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સતત બે સદી ફટકારનાર તિલક વર્માએ બેટર્સની રેન્કિંગમાં 69 સ્થાનની મોટો છલાંગ લગાવી છે. હવે તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

Advertisment

ઓફ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને 36 સ્થાન અને ઓપનર સંજુ સેમસનને 17 સ્થાનનો ફાયદો થયો છે. બોલિંગ રેન્કિંગમાં વરુણ 28માં અને સંજુ બેટિંગ રેન્કિંગમાં 22માં સ્થાને પહોંચી ગયો છે. T-20 બેટર્સ રેન્કિંગમાં ટોપ-10માં 3 ભારતીય તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ છે. જ્યારે બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં બે ભારતીય છે, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ.આ બીજી વખત છે જ્યારે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપ બાદ તેણે પ્રથમ વખત નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું.

Latest Stories