ICC ટેસ્ટ રેકિંગ: ટેસ્ટમાં જસપ્રિત બુમરાહ નંબર-1 બોલર

જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં વર્લ્ડ નંબર-1 બોલર બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં 11 વિકેટ ઝડપી હતી જેનો તેને ફાયદો થયો છે

New Update
jasmit bhumra

જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં વર્લ્ડ નંબર-1 બોલર બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં 11 વિકેટ ઝડપી હતી, જેનો તેને ફાયદો થયો છે.બુધવારે જાહેર કરાયેલી તાજેતરના રેન્કિંગમાં બુમરાહના 870 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે અન્ય ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન 869 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

રવીન્દ્ર જાડેજા 809 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.બેટર્સમાં યશસ્વી જયસ્વાલ નંબર-3 પર આવી ગયો છે, જ્યારે વિરાટ કોહલી ફરી એકવાર ટૉપ-10માં પરત ફર્યો છે. તે 6 સ્થાનના જમ્પ સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માનું 5 સ્થાનનું નુકસાન થયું છે. તે 10મા સ્થાનેથી 15મા સ્થાને આવી ગયો છે. જયસ્વાલ અને વિરાટની સાથે રિષભ પંત ટૉપ-10માં સામેલ ત્રીજો ભારતીય બેટર છે. ઇંગ્લેન્ડનો જો રૂટ નંબર-1 પર યથાવત્ છે.ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ટૉપ-2માં સ્થાન જાળવી રાખ્યું છે. જસપ્રીત બુમરાહ પ્રથમ અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. ગયા અઠવાડિયે અશ્વિન પ્રથમ અને બુમરાહ બીજા ક્રમે હતો.

Latest Stories