/connect-gujarat/media/post_banners/703e53a73b4269d6e9ff1532ef1ce313d3fcf57c684e096ec475f1863a01e053.webp)
લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ તેમની તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (29 મે) પંજાબના લુધિયાણામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતોને મોટા વચનો આપ્યા હતા. તેમણે ઈન્ડિયા ગઠબંધન સરકારની રચના પછી તરત જ ખેડૂત લોન માફી આયોગની રચના કરવાની વાત કરી હતી. ખેડૂતોની લોન માફીની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઈ ગઠબંધન સરકાર બનતાની સાથે જ અમે ખેડૂતોની લોન માફ કરીશું. તેમણે કહ્યું કે જેમ તેઓ (ભાજપ) અબજોપતિઓની લોન માફ કરે છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે અમે ખેડૂતોની લોન માત્ર એક જ વાર માફ નહીં કરીએ, આ માટે અમે એક કમિશન બનાવીશું, જેને ખેડૂત લોન માફી કમિશન કહેવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે પણ ખેડૂતોને લોન માફીની જરૂર પડશે ત્યારે કમિશન સરકારને જાણ કરશે અને અમે લોન માફ કરીશું. તેમણે આગળ કહ્યું, “એકવાર, બે વાર, ત્રણ વાર, જેટલી વાર ખેડૂતને જરૂર પડશે, અમે તેની લોન માફ કરીશું. તેમણે કહ્યું કે ખેડૂતો દેશની કરોડરજ્જુ છે અને તેમની સુરક્ષા થવી જોઈએ.