ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને પાકિસ્તાન મેચ માટે વધારાની ટિકિટોના વેચાણની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આ હાઈ વોલ્ટેજ મેચ માટે 14,000 વધારાની ટિકિટો વહેંચવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
ઉદ્ઘાટન મેચ સિવાય અન્ય કેટલીક મેચોમાં ઓછી ભીડને કારણે BCCIએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 5 ઓક્ટોબરે રમાયેલી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં અમદાવાદ સ્ટેડિયમની મોટાભાગની સીટો ખાલી હતી. આ પછી ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ ટિકિટ વહેંચવાની સલાહ આપી હતી.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ગ્રૂપ સ્ટેજની મહત્વની મેચ રમાશે. મેચ માટે ટિકિટનું વેચાણ 8 ઓક્ટોબર, 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ક્રિકેટ ચાહકો https://tickets.cricketworldcup.com વેબસાઈટ પર જઈને ટિકિટ ખરીદી શકે છે.