Connect Gujarat
સ્પોર્ટ્સ

સ્ટાર ક્રિકેટર રિષભ પંતને લઈ મહત્વના સમાચાર,વિદેશમાં થશે ટ્રીટમેન્ટ

રિષભ પંત ગત શુક્રવાર ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત ની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

સ્ટાર ક્રિકેટર રિષભ પંતને લઈ મહત્વના સમાચાર,વિદેશમાં થશે ટ્રીટમેન્ટ
X

શુક્રવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને આઈસીયુમાંથી પ્રાઇવેટ રૂમ માં ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર તે ઝડપથી રિકવર થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે મળતી વિગતો અનુસાર બીસીસીઆઈ રિષભ પંતના પગના લીગામેન્ટ ટ્રીટમેન્ટ માટે વિદેશ મોકલવાનો નિર્ણય પણ લઈ શકે છે.ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત ગત શુક્રવાર ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત ની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને તે કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ પંત દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રિષભ પંતની કારનો અકસ્માત શા માટે થયો તે કારણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પોલીસનું માનવું છે કે, રિષભ પંત ઊંઘી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. મહત્વનું છે કે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીસીસીએ) અનુસાર, કાર ને ખાડા માંથી બચાવવાના પ્રયાસમાં રિષભ પંત નો અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં પંતના માથામાં બે કટ થયા હતા અને જમણા પગના ઘૂંટણનો લિગામેન્ટ પણ તૂટી ગયું હતું, આ સિવાય તેના જમણા હાથના કાંડા, એડી અને અંગૂઠામાં પણ ઈજા થઈ છે અને પીઠ પર પણ ઊંડા ઈજાના નિશાન છે. તેની ગંભીર ઇજાઓ જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આગામી કેટલાક મહિના સુધી મેદાન પર ઉતરી શકશે નહીં.

Next Story