IND U19 vs BAN U19: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને બાંગ્લાદેશના ખેલાડી વચ્ચે થઈ તુતુ-મેમે..!

ICC U19 વર્લ્ડ કપ 2024માં શનિવારે ભારતીય કેપ્ટન ઉદય સહારન બાંગ્લાદેશના બોલર અરિફુલ ઈસ્લામ સાથે ટકરાયા હતા.

New Update
IND U19 vs BAN U19: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને બાંગ્લાદેશના ખેલાડી વચ્ચે થઈ તુતુ-મેમે..!

ICC U19 વર્લ્ડ કપ 2024માં શનિવારે ભારતીય કેપ્ટન ઉદય સહારન અને બાંગ્લાદેશના બોલર અરિફુલ ઈસ્લામ સાથે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે તે ઘણા સમય સુધી ચાલ્યું હતું. મેદાન પર લાંબા સમય સુધી તણાવ રહ્યો હતો. મામલો શાંત પાડવા માટે અમ્પાયરોએ બીચ બચાવ કરવો પડ્યો હતો .

 ભારત અને બાંગ્લાદેશ ICC U19 વર્લ્ડ કપ 2024 માં તેમના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. શનિવારે બંને ટીમો સામસામે છે. બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. કેપ્ટન ઉદય અને અરદેશે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

ભારતીય કપ્તાન ઉદય અને બાંગ્લાદેશના બોલર આરિફુલ ઈસ્લામ વચ્ચે બોલાચાલી થઈ ત્યારે ભારતની ઇનિંગ દરમિયાન એક ઘટના જોવા મળી હતી. આ ઘટના 25મી ઓવરના બીજા બોલ દરમિયાન બની હતી. આરિફુલ ઈસ્લામ તેની બીજી ઓવર નાંખી રહ્યો હતો, ઉદય તેની સામે બેટિંગ કરી રહ્યો હતો. ઉદયે શોર્ટ ફાઈન લેગ રમીને એક રન લીધો હતો. અજીબ વાત એ છે કે આરીફુલ આનાથી એકદમ નિરાશ દેખાઈ રહ્યો હતો અને તેણે ભારતીય કેપ્ટન માટે કેટલાક અપશબ્દો કહ્યા હતા.

ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં જતી જોઈને બાંગ્લાદેશના આરિફુલ ઈસ્લામે ભારતીય કેપ્ટનને કંઈક કહીને ચિડવ્યું હતું. આ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે ઈનિંગની 25મી ઓવરમાં ભારતીય કેપ્ટન અને આરિફુલ ઈસ્લામ વચ્ચે લડાઈ શરૂ થાય તે પહેલા એક ફિલ્ડરે આ ઓવરની વચ્ચે સહારનને કંઈક કહ્યું હતું. બંને ખેલાડીઓને નજીક આવતા જોઈને અમ્પાયરે બંનેને રોક્યા. અમ્પાયર હસ્તક્ષેપ કરે તે પહેલાં, બાંગ્લાદેશના અન્ય ઘણા ખેલાડીઓ પણ તેમાં જોડાયા હતા અને અમ્પાયરે તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યા પછી પણ બાંગ્લાદેશના ખેલાડીઓને કંઈક કહેતા રહ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચેની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Read the Next Article

બેન સ્ટોક્સએ રવિન્દ્ર જાડેજાને માર્યો ટોણો, જુઓ ભારતીય ઓલરાઉન્ડરે પછી શું જવાબ આપ્યો

રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટમાં એક શાનદાર નાટક થયું. ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા આપવામાં આવેલી ડ્રોની ઓફરને નકારી કાઢી.

New Update
shak hndss

રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટમાં એક શાનદાર નાટક થયું. ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા આપવામાં આવેલી ડ્રોની ઓફરને નકારી કાઢી. આનાથી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ગુસ્સે થયા અને તેમણે રવિન્દ્ર જાડેજા સાથે દલીલ પણ કરી.

તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં એક જોગવાઈ છે કે જો બંને કેપ્ટનોને લાગે કે મેચનું પરિણામ અશક્ય છે તો તેઓ ડ્રોની સંમતિથી હાથ મિલાવતા હોય છે. જાડેજા અને સુંદરે ટેસ્ટ ડ્રો કરાવવા માટે ખૂબ મહેનત કરી હતી.

તેઓ અનુક્રમે 89 અને 80 રન બનાવ્યા પછી રમી રહ્યા હતા. સ્ટોક્સની ઓફરને નકારીને બંનેએ બેટિંગ ચાલુ રાખી, જેનાથી સ્ટોક્સ ગુસ્સે થયા. જાડેજા અને સુંદરે મેચ બચાવી હતી, પરંતુ બંને પોતાની સદી પૂર્ણ કરવા માંગતા હતા. આ જ કારણ હતું કે ભારતીય જોડીએ ડ્રો માટે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો.

સ્ટોક્સ જાડેજા વચ્ચે તૂતૂમેમે 

સ્ટોક્સ જાણવા માંગતો હતો કે ભારતીય બેટ્સમેન કેમ રમવાનું ચાલુ રાખી રહ્યા છે. જેક ક્રોલી અને બેન ડકેટ તેની સાથે ઉભા હતા.

બેન સ્ટોક્સે જાડેજા પર કટાક્ષ કરતા કહ્યું, 'શું તમે હેરી બ્રુક સામે સદી ફટકારવા માંગો છો?' આના પર જાડેજાએ જવાબ આપ્યો - 'હું કંઈ કરી શકતો નથી.' જાડેજા હસ્યો અને પોતાની વાત પર અડગ રહ્યો. નિયમો અનુસાર, નિયમ બેટ્સમેનોના પક્ષમાં હતો કે તેઓ તેમના અધિકાર મુજબ બેટિંગ ચાલુ રાખી શકે.