ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે. ટીમ ઈન્ડિયા આ મેચની શરૂઆત જીતની સાથે કરવા માંગે છે. પ્રથમ દિવસે ભારત ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે.
મેચ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયન ટીમ સિરીઝ જીતીને અહીંથી પરત ફરે છે તો તે તેના કરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ હશે. ક્રિકેટનો આ યુગ આ સિરીઝ જીત માટે જ યાદ રહેશે. આ પહેલા સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે આ સીરીઝ એશિઝ ટેસ્ટ સીરીઝ કરતા મોટી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ શ્રેણી રમાય છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ પહેલા ટીમ સિલેક્શન વિશે કહ્યું છે કે ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ટીમની પસંદગી કરવી મુશ્કેલ છે, પરંતુ તે સારી વાત છે. અમે પીચ પ્રમાણે ખેલાડીઓની પસંદગી કરીશું અને જોઈશું કે ટીમને કયો ખેલાડી જોઈએ છે. સિરીઝ પહેલા તમામ ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેમને જરૂર મુજબ ટીમમાં સામેલ કરવામાં આવશે. બંને ટીમોએ ટેસ્ટ શ્રેણી માટે સારી તૈયારી કરી છે. વધુમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પાસે બે શાનદાર સ્પિન બોલર છે અને ભારતીય ટીમ સારી રીતે જાણે છે કે આ બંને બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તેનો સામનો કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.