/connect-gujarat/media/post_banners/c6ab2adbefcd853103d5b69fa508ef9b37159eb0018c375fdbc6f957d84b20a4.webp)
પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4 છે. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમેરોન ગ્રીન 49 રન બનાવીને ક્રિઝ પર છે. આ બંને વચ્ચે 85 રનની ભાગીદારી થઈ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં મજબૂત સ્થિતિમાં છે. મેચના બીજા દિવસે આ બંને મોટી ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને વધુ સારી સ્થિતિમાં લાવવા ઈચ્છશે.
અમદાવાદની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હેડ અને ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. આ પછી હેડ અને લબુશેન આઉટ થઈ ગયા હતા, પરંતુ સ્મિથે ખ્વાજા સાથે મોટી ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું. સ્મિથ અડધી સદી ફટકારી શક્યો ન હતો અને તેના પછી આવેલા પીટર હેન્ડ્સકોમ્બ પણ નાના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. જો કે આ પછી ગ્રીન અને ખ્વાજાએ એકપણ વિકેટ પડવા દીધી ન હતી. આ દરમિયાન ખ્વાજાએ પણ પોતાની સદી પૂરી કરી હતી. ગ્રીન અડધી સદીની નજીક છે. ભારત તરફથી શમીએ બે અને અશ્વિન-જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.