Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપની ફાઇનલમાં IND vs AUS:ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને બોલિંગ પસંદ કરી

ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે.

વર્લ્ડ કપની ફાઇનલમાં IND vs AUS:ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને બોલિંગ પસંદ કરી
X

ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 2011થી, સતત ત્રણ વખત ચેઝ કરનાર ટીમે ટાઇટલ જીત્યું છે.મેચ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.બંને ટીમો બીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટકરાશે.તેમની વચ્ચે 2003 ODI વર્લ્ડ કપની ફાઈનલ પણ રમાઈ હતી. કાંગારૂએ 125 રનથી જીત મેળવી હતી.

પ્લેઇંગ ઇલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

Next Story