IND vs ENG 2nd ODI : બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ

New Update
katak india

કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો રોહિત શર્મા રહ્યો, જેણે 90 બોલમાં 119 રનની શાનદાર અને યાદગાર ઇનિંગ રમી હતી.  તેના સિવાય શુભમન ગિલે પણ અડધી સદીની ઇનિંગ રમીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

Advertisment W3.CSS

કટકના બારાબતી મેદાનમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 304 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન ડકેટે અડધી સદી ફટકારી હતી જ્યારે છેલ્લી ઓવરોમાં લિયામ લિવિંગસ્ટોને પણ 41 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમના સ્કોરને 300 રનથી આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

Latest Stories