Ind vs Eng 4th Test : રાંચીની પિચ પર તિરાડો જોઈને બોલરો ખુશ, સ્પિનરો બેટ્સમેનોની ધીરજની કસોટી કરશે...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી રાંચીના JSCA સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનું પરિણામ મોટાભાગે બંને ટીમના સ્પિનરો પર નિર્ભર રહેશે.

New Update
Ind vs Eng 4th Test : રાંચીની પિચ પર તિરાડો જોઈને બોલરો ખુશ, સ્પિનરો બેટ્સમેનોની ધીરજની કસોટી કરશે...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી રાંચીના JSCA સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનું પરિણામ મોટાભાગે બંને ટીમના સ્પિનરો પર નિર્ભર રહેશે. જે પીચ પર મેચ રમાશે તેના પર હળવી તિરાડો દેખાઈ રહી છે. આ જોઈને બંને ટીમના સ્પિન બોલરો ખુશ થઈ ગયા હશે. સ્પિન બોલરો બંને ટીમના બેટ્સમેનોની ધીરજની કસોટી કરવા તૈયાર છે.

બુધવારે બંને કેપ્ટન રોહિત શર્મા અને બેન સ્ટોક્સે પણ પ્રેક્ટિસ પહેલા JSCA પિચનું નિરીક્ષણ કર્યું હતું.ઈંગ્લેન્ડની ટીમે સવારના સત્રમાં પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ભારતીય ટીમે સાંજે ઘણો પરસેવો પાડ્યો હતો. પીચ જોયા બાદ ઈંગ્લેન્ડની ટીમે પોતાના સ્પિન બોલરો રેહાન અહેમદ, શોએબ બશીર, જો રૂટ અને ઓલી રોબિન્સનને લાંબા સમય સુધી બોલિંગ કરાવ્યું હતું.

Latest Stories