Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG: યશસ્વી જયસ્વાલએ સતત બીજી ડબલ સેન્ચુરી ફટકારી, ઈંગ્લેન્ડ સામે સિક્સરનો કર્યો વરસાદ..!

યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યથાવત છે. તેણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.

IND vs ENG: યશસ્વી જયસ્વાલએ સતત બીજી ડબલ સેન્ચુરી ફટકારી, ઈંગ્લેન્ડ સામે સિક્સરનો કર્યો વરસાદ..!
X

યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યથાવત છે. તેણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. આ દરમિયાન યશસ્વીએ સિક્સર વરસાવી હતી. યશસ્વીએ પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તે એક ટેસ્ટ ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો હતો. આ મામલે તેણે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે. યશસ્વીએ બીજા દાવમાં અણનમ 214 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. યશસ્વીએ આ શ્રેણીમાં 22 છગ્ગા ફટકાર્યા હતા.

આ સિવાય યશસ્વી ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડી પણ બન્યો છે. તેણે પોતાના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. આ બે સિદ્ધિઓ સિવાય યશસ્વીએ મોટું કામ કર્યું. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ 500 રન પૂરા કર્યા હતા. તે ટેસ્ટ શ્રેણીમાં 500 થી વધુ રન બનાવનાર ભારત તરફથી બીજો ડાબોડી બેટ્સમેન બન્યો. તેના પહેલા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2007માં પાકિસ્તાન વિરૂદ્ધ હોમ સિરીઝમાં 534 રન બનાવ્યા હતા. યશસ્વીએ તેનો રેકોર્ડ તોડ્યો. તે હવે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે સિરીઝમાં 545 રન બનાવ્યા હતા.

ભારતની બીજી ઇનિંગની 85મી ઓવરમાં યશસ્વીએ તોફાની બેટિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. તે 2002 પછી ટેસ્ટમાં એક ઓવરમાં ત્રણ સિક્સર મારનાર પાંચમો બોલર બન્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આવું બે વખત કરી ચૂક્યો છે. તેણે 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે દવે મોહમ્મદની બોલિંગની ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. તેણે 2007માં બાંગ્લાદેશ સામે મોહમ્મદ રફીકના બોલ પર આ કર્યું હતું.

Next Story