/connect-gujarat/media/post_banners/3f347ebc2da12afac982e8f0c146d6727f3bf475a1f91cbc4319c114aed91985.webp)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં કિવી ટીમે ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યૂઝીલેન્ડ સામે 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કીવી ટીમે કેન વિલિયમસન અને ટોમ લાથમ વચ્ચેની 221 રનની ભાગીદારીના કારણે 7 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રેયસ અય્યર, શિખર ધવન અને શુભમન ગિલની અડધી સદીના કારણે સાત વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જો કે આ મેચમાં તમામ ભારતીય બોલરો ઘણા મોંઘા સાબિત થયા હતા. સુંદરે ચોક્કસપણે રન આપ્યા, પરંતુ તે કોઈ વિકેટ લઈ શક્યો નહીં.