Home > સ્પોર્ટ્સ > IND vs NZ T20 : ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી.!
IND vs NZ T20 : ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી.!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ ભારતે 65 રને જીતી લીધી છે.
BY Connect Gujarat Desk20 Nov 2022 10:46 AM GMT

X
Connect Gujarat Desk20 Nov 2022 10:46 AM GMT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ ભારતે 65 રને જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો.
આ મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમારની સદીના કારણે ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સાથે જ ન્યુઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ હેટ્રિક લીધી હતી. જવાબમાં કિવી ટીમ 18.5 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શકી હતી અને 65 રનથી મેચ હારી ગઈ હતી.
Next Story