IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબરમાં બે વાર થશે મેચ, એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં થશે ટક્કર

જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર આમને-સામને હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય છે.

New Update
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબરમાં બે વાર થશે મેચ, એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં થશે ટક્કર

જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર આમને-સામને હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય છે. ક્રિકેટ ચાહકો માટે આનાથી વધુ ખુશીની વાત શું હશે કે ઓક્ટોબરમાં બંને ટીમો બે વખત એકબીજા સામે ટકરાશે. તાજેતરમાં જ Mens એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બે વખત ટકરાયા હતા. ઓક્ટોબરમાં બંને ટીમો Womens એશિયા કપ અને Mens ટી-20 વર્લ્ડ કપમાં સામસામે ટકરાશે.

પહેલા વાત કરીએ Mens ટી20 વર્લ્ડ કપની. આ ટુર્નામેન્ટ 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. ભારતીય ટીમ 23મી ઓક્ટોબરે સુપર-12 રાઉન્ડમાં પોતાની સફર શરૂ કરશે. તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો એક વર્ષ પછી આમને-સામને થશે. ગયા વર્ષે દુબઈમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા આ મેચમાં હારનો બદલો લેવા ઉતરશે.

મહિલા એશિયા કપની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટ 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશમાં આયોજિત કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, મલેશિયા, યુએઈ અને બાંગ્લાદેશની ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 7 ઓક્ટોબરે સામસામે ટકરાશે. ભારત રાઉન્ડ રોબિન ફોર્મેટમાં કુલ 6 મેચ રમશે. આ પછી સેમિફાઇનલ મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલમાં જવા માટે ભારતના પ્રયાસની અપેક્ષા રાખવામાં આવશે.

Latest Stories