IND vs SA : ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 202 રન બનાવ્યા

New Update
ind vs sf
Advertisment

ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 202 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતમાં સંજુ સેમસનની સદી, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. સેમસને 107 રન બનાવ્યા હતા જ્યારે બિશ્નોઈ અને ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Advertisment

ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અભિષેક શર્મા મોટી ઇનિંગ રમી શક્યો ન હતો, પરંતુ સંજુ સેમસને સતત બીજી T20 મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તેણે 50 બોલમાં 107 રન બનાવતા 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તિલક વર્માએ 18 બોલમાં 33 રનની તોફાની ઈનિંગ રમીને ભારતના સ્કોરને 200ની પાર લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતીય ઇનિંગ્સ દરમિયાન પેટ્રિક ક્રુગરની 11 બોલની ઓવર ચર્ચાનું કેન્દ્ર બની હતી.

Latest Stories