/connect-gujarat/media/post_banners/47164b72e726ff7f58091f8616b94909908441b5f910c2f1387fa644cdb94514.webp)
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે સીરિઝમા તેના પર ઘરઆંગણે હરાવ્યું છે. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 78 રનથી હરાવ્યું હતું. પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી અને સંજુ સેમસનની સદીની મદદથી 296 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી.
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી પરંતુ રજત પાટીદાર (22) અને સાઈ સુદર્શન (10)એ પણ એક પછી એક વિકેટ ગુમાવી હતી. ભારતીય ઓપનિંગ જોડી 49 રનના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. અહીંથી સંજૂ સેમસન અને કેપ્ટન કેએલ રાહુલ (21) વચ્ચે 50 રનની ભાગીદારી થઈ અને ત્યારબાદ સંજૂ અને તિલક વર્માએ 135 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 200થી આગળ લઈ ગઈ હતી.