IND VS SL: શ્રીલંકાને હરાવી ભારતે પ્રથમ T-20 જીતી, સૂર્યાની શાનદાર ફિફટી

વર્લ્ડ ચેમ્પિયન ભારતે શ્રીલંકા સામેની T-20 સિરીઝની પ્રથમ મેચ 43 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે

ઈન્ડિયા રીમ
New Update

વર્લ્ડ ચેમ્પિયન ભારતે શ્રીલંકા સામેની T-20 સિરીઝની પ્રથમ મેચ 43 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ આવતીકાલે એટલે કે 28 જુલાઈએ રમાશે.પલ્લેકેલેમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 213 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ T-20માં 35મી વખત 200થી વધુ રન બનાવ્યા છે. રન ચેઝમાં શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રિયાન પરાગે 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી.શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ 79 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના આધારે શ્રીલંકાની ટીમે 14 ઓવરમાં એક વિકેટે 140 રન બનાવ્યા હતા અને તે આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું. અક્ષર પટેલે તેને આઉટ કરીને ભારતને મેચમાં પરત લાવ્યું હતું. કુસલ મેન્ડિસ 45 રન બનાવીને આઉટ થયો હતો.

#T-20 #શ્રીલંકા #ભારત
Here are a few more articles:
Read the Next Article