IND vs USA: અર્શદીપ સિંહએ ઐતિહાસિક  રેકોર્ડ કર્યો પોતાના નામે, જાણો

અર્શદીપ સિંહએ દાવના પહેલા જ બોલ પર વિરોધી બેટ્સમેનને આઉટ કર્યો. જેણે યુએસએના શયાન જહાંગીરને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો

New Update
અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહ

T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારતનો મુકાબલો યુએસએ સામે છે. બંને ટીમોની આ મેચ ન્યૂયોર્ક સ્થિત નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમી રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને જ્યારે ભારતની બોલિંગ શરૂ થઈ, ત્યારે અર્શદીપ સિંહદાવના પહેલા જ બોલ પર વિરોધી બેટ્સમેનને આઉટ કર્યો. જેણે યુએસએના શયાન જહાંગીરને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. શયાન જહાંગીર ટી20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહ્યો હતો.

અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપની મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે. તેના પહેલા બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને અફઘાનિસ્તાનના શાપૂર ઝદરાન પણ આ કરી ચુક્યા છે. જ્યારે નામિબિયાના રુબેન ટ્રમ્પલમેને T20 વર્લ્ડ કપની મેચના પહેલા જ બોલ પર બે વખત વિકેટ લીધી છે. મોર્તઝા અને ઝદરાને 2014માં આવું કર્યું હતું. જ્યારે રુબેન ટ્રમ્પલમેને 2021માં પહેલીવાર આવું કર્યું હતું,

 

T20 વર્લ્ડ કપમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ આંકડા

 

·         4/9 - અર્શદીપ સિંહ વિ યુએસએ, ન્યૂયોર્ક, 2024

·         4/11 - આર અશ્વિન વિ ઓસ્ટ્રેલિયા , મીરપુર, 2014

·         4/12 - હરભજન સિંહ વિ ઈંગ્લેન્ડ, કોલંબો, 2012

·         4/13 - આરપી સિંઘ વિ સાઉથ આફ્રિકા, ડરબન, 2007

·         4/19 - ઝહીર ખાન વિ આયર્લેન્ડ, નોટિંગહામ, 2009

·         4/21 - પ્રજ્ઞાન ઓઝા વિ બાંગ્લાદેશ, નોટિંગહામ, 2009

 

Latest Stories