New Update
/connect-gujarat/media/media_files/2024/12/07/oQ410YW0HFCfkYV9toG0.jpg)
અંડર-19 એશિયા કપની બીજી સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જ્યારે શારજાહમાં શ્રીલંકાની ટીમ ટૉસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રે 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી.
આ પહેલાં ચેતન શર્માની ત્રણ વિકેટની મદદથી ભારતે શ્રીલંકાને 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકા તરફથી લેકવિન અબેસિંઘેએ સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. ટીમના છ બેટર્સ બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા.શ્રીલંકાની ટીમે ગ્રૂપ-2માં ટોપ પર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ટીમે ભારતનો સામનો કર્યો હતો અને શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે માત્ર 10 રનની અંદર તેના 2 બેટર્સ ગુમાવી દીધા હતા. મિડલ ઓર્ડરમાં, શરુજન ષણમુગનાથન (42) અને લકવિન અબેસિંઘે (69)એ ચાર્જ સંભાળ્યો અને ટીમના સ્કોરને 173 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.