ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું, ભારત સિરિજમાં 3-1 થી આગળ

પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો

India Zimbabwe
New Update

ભારતે T-20 સિરીઝની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 

152 રનનો પીછો કરવા ઉતરેલા ભારતીય બલ્લેબાજો  વચ્ચે 156 રનની અણનમ ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન અને શુભમન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેના સિવાય તદિવનાશે મારુમનીએ 32 રન અને વેસ્લે માધવેરેએ 25 રનનું યોગદાન આપ્યું હતું હવે શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચ આવતીકાલે એટલે કે 14 જુલાઈએ રમાશે.

 

 

 

#India beat Zimbabwe #Shubhman Gill #Sports News #Zimbabwe
Here are a few more articles:
Read the Next Article