New Update
/connect-gujarat/media/post_banners/4a7e41530dc59b6d9e4222895c2ef159b428bbd5633387b0d27b12ba2424fe54.webp)
વન-ડે વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની સૌથી મોટી મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ આજે રમાઈ રહી છે. જેમાં ભારતે પાકિસ્તાનને 191 રનમાં જ ઓલઆઉટ કરી દીધું છે. પાકિસ્તાન 42.5 ઓવરમાં 191 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી પાંચ બોલર્સે 2-2 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાને 2-2 મળી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સિવાય કોઈ પાકિસ્તાની બેટર ચાલ્યો નહતો. બાબર આઝમે 50 રન અને રિઝવાને 49 રન બનાવ્યા હતા. પાકિસ્તાને છેલ્લી 11 ઓવરમાં 56 રનમાં જ 6 વિકેટ ગુમાવી