/connect-gujarat/media/media_files/2026/02/07/t20-world-cup-india-usa-2026-02-07-21-01-59.jpg)
વિરાટ-રોહિત વગર પહેલીવાર T20 વર્લ્ડ કપ રમી રહેલી ભારતીય ટીમની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ છે. અમેરિકા સામેની આ મેચમાં ભારત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 161 રન જ બનાવી શક્યું.
ટીમના છ બેટર્સ બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 84 રન બનાવ્યા, જે કેપ્ટન તરીકે તેની આઠમી અડધી સદી હતી અને 1,000 T20 રન પણ પૂરા કર્યા.
મેચની શરૂઆતથી જ ભારતીય ટીમ દબાણ હેઠળ દેખાઈ રહી હતી. પાવરપ્લેમાં તેઓએ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વેન શાલ્કવિકે છઠ્ઠી ઓવરમાં ઈશાન કિશન, તિલક વર્મા અને શિવમ દુબેને આઉટ કર્યા હતા. બીજી ઓવરમાં અભિષેક શર્મા ઝીરો પર આઉટ થયો હતો. આ વર્લ્ડ કપની ત્રીજી મેચ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે USAએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.