Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારત WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું:સતત ત્રીજી વખત ફાઈનલ રમવાની અપેક્ષાઓ વધી..

ICC ટુર્નામેન્ટની ફાઈનલ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોવા મળી શકે છે.

ભારત WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું:સતત ત્રીજી વખત ફાઈનલ રમવાની અપેક્ષાઓ વધી..
X

ICC ટુર્નામેન્ટની ફાઈનલ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે વેલિંગ્ટન ટેસ્ટમાં મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર આવી ગયું છે. આ સાથે ટીમ ઈન્ડિયા નંબર વન પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર છે.ભારતને હવે ઘરઆંગણે 2 સિરીઝ રમવાની છે, જ્યાં ટીમ છેલ્લા 12 વર્ષમાં એકપણ સિરીઝ હારી નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડમાં 31 વર્ષથી હારનો સામનો કરવો પડ્યો નથી. આ પછી, કાંગારૂઓએ ભારત અને શ્રીલંકા સામે રમવાનું છે, એક પણ શ્રેણી જીતવાથી ટીમની ફાઈનલમાં પહોંચવાની તકો વધી જશે.જો ભવિષ્યની મેચ આમ જ ચાલતી રહેશે તો WTCની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે થશે. આ મેચ જૂન 2025માં યોજાવાની છે.

Next Story