/connect-gujarat/media/media_files/2024/12/01/LZi1DuBalhqr6HV1FiCF.jpeg)
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે. એટલે કે પાકિસ્તાનની સાથે આ ટૂર્નામેન્ટની મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીસીબીએ શનિવારે આઈસીસીની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઈન્ડિયાની મેચ ન્યુટ્રલ વેન્યૂ પર રમાશે.જોકે પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી છે. PCB ICC પાસેથી વધુ આવક મેળવવા માગે છે અને 2031 સુધીમાં ભારતમાં તમામ મોટી ઇવેન્ટ હાઇબ્રિડ મોડલમાં હોવી જોઈએ.ભારતે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી.
શરૂઆતમાં પાકિસ્તાન એ વાત પર અડગ રહ્યું કે ભારતે પાકિસ્તાન આવવું પડશે. પરંતુ, ભારતના કડક વલણ બાદ આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે.ભારતની મેચ યુએઈમાં યોજાશે. બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે. જો ભારતીય ટીમ સેમીફાઈનલ કે ફાઈનલમાં જશે તો આ મેચ પણ યુએઈમાં જ યોજાશે. આ પહેલા શુક્રવારે હાઈબ્રિડ મોડલ અંગેની બેઠક શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી