ભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ કરી જાહેર

ભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃતિ જાહેર કરી હતી.ઋષિ ધવન 9 વર્ષથી ટીમ

New Update
crikter

ભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃતિ જાહેર કરી હતી. ઋષિ ધવન 9 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેણે તેની છેલ્લી વન-ડે અને ટી-20 મેચ પણ 2016માં જ રમી હતી. ઋષિ ધવને IPLમાં સતત સારુ પ્રદર્શન કર્યું છે. તે 10 વર્ષથી પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ આઇપીએલ 2025માં કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો. 

ઋષિ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “હું ભારે મન સાથે ભારતીય ક્રિકેટ (લિમિટેડ ઓવર)માંથી નિવૃત્તિ જાહેર કરું છું. જોકે મને તેનો કોઈ અફસોસ નથી. આ એક એવી રમત છે જેણે છેલ્લા 20 વર્ષથી મારા જીવનને પરિભાષિત કર્યું છે. આ રમતે મને અપાર ખુશી અને અસંખ્ય યાદો આપી છે જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે.

ધવને આગળ લખ્યું હતું કે, “ હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA), પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મને આપવામાં આવેલી તકો માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. “ એક સાધારણ શરૂઆતથી લઇને સૌથી મોટા મંચો પર દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ક્રિકેટ મારું ઝનૂન રહ્યું છે.

Latest Stories