/connect-gujarat/media/post_banners/4bae26a3b9cb3037b45a8a6d3c7337f2965db21b9a02e95f1854f5c4912af6a2.webp)
BCCI દ્વારા મહિલા T20 વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપની સાથે જ BCCIએ ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડકપ 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. જેમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરી 2023ના રોજ પાકિસ્તાન સામે રમશે. ત્રિકોણીય શ્રેણી 19 જાન્યુઆરીથી રમવાની છે.
ટીમ ઈન્ડિયા વિશ્વમાં ગ્રુપ-2માં હાજર છે. આ ગ્રુપમાં ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયરલેન્ડ સામેલ છે. બંને ગ્રુપમાં ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરી, 2023ના રોજ કેપટાઉનમાં રમાશે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), ઋચા ઘોષ (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર , અંજલિ સરવાણી , પૂજા વસ્ત્રાકર , રાજેશ્વરી ગાયકવાડ , શિખા પાંડે.
રિઝર્વ ખેલાડીઓઃ એસ. મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહ.
વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ છે
પાકિસ્તાન સામે પ્રથમ મેચ - 12 ફેબ્રુઆરી: કેપટાઉન.
વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી મેચ - 15 ફેબ્રુઆરી: કેપટાઉન.
ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચ - 18 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
આયરલેન્ડ સામે ચોથી મેચ - 20 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.