IND-W vs UAE-W : ભારતીય ટીમે UAE ને કચડી નાખ્યું, 78 રને મેચ જીતી

મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજની પાંચમી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી.

aaa
New Update

મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજની પાંચમી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 78 રને જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. જવાબમાં UAEની ટીમ 7 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. 

IND W vs UAE W પ્લેઇંગ 11

ભારત- શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, દયાલન હેમલતા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ, તનુજા કંવર.

UAE મહિલા- ઈશા રોહિત ઓઝા (કેપ્ટન), તીર્થ સતીશ (wk), રિનીતા રાજીથ, સમાયરા ધરણીધારકા, કવિશા અગોડજ, ખુશી શર્મા, હીના હોટચંદાની, વૈષ્ણવ મહેશ, રિતિકા રાજીથ, લાવણ્યા કેની, ઈન્દુજા નંદકુમાર.

#India #won #Team India #Women World Cup #IND-W vs UAE-W
Here are a few more articles:
Read the Next Article