ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે કરી સગાઇ

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહે સગાઇ કરી લીધી છે. રિન્કુ સિંહની સગાઈ પ્રિયા સરોજ સાથે થઇ છે.

New Update
rinku

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહે સગાઇ કરી લીધી છે. રિન્કુ સિંહની સગાઈ પ્રિયા સરોજ સાથે થઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિન્કુએ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજને સગાઈની વીંટી પહેરાવી છે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના મછલી શહેર લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિન્કુ અને સરોજ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ મછલી શહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. જે બાદ તેમની પુત્રી પ્રિયા સરોજે મછલી શહરનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશના બીજા સૌથી યુવા સાંસદોમાંથી એક છે.

પ્રિયા સરોજે નવી દિલ્હીની એરફોર્સ ગૉલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ (BA)ની ડિગ્રી મેળવી હતી. પ્રિયા રાજે શૈક્ષણિક સફરને આગળ વધારતા એમિટી યુનિવર્સિટી, નોઈડામાંથી બેચલર ઓફ લોઝ (એલએલબી) ડિગ્રી મેળવી છે.

Latest Stories