New Update
વુમન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. ઓપનર શેફાલી વર્માને ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવી છે. ભારતીય મહિલા ટીમનો આ પ્રવાસ 5 ડિસેમ્બરથી શરૂ થશે.હરલીન દેઓલ લગભગ એક વર્ષ બાદ ODI ટીમમાં પરત ફરી છે. રિચા ઘોષ, જે પોતાની બોર્ડની પરીક્ષાઓને કારણે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે સિરીઝ ન રમી શકી તેને પણ ટીમમાં લાવવામાં આવી છે.
16 સભ્યોની ટીમમાં પ્રિયા પુનિયા, લેગ સ્પિનર મિન્નુ મણિ અને ફાસ્ટ બોલર ટિટસ સાધુના નામ સામેલ છે. ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે.ઓપનર શેફાલી વર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવી નથી. જેનું કારણ છેલ્લી સિરીઝમાં તેનું ખરાબ પ્રદર્શન છે. શેફાલીએ ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડેમાં 56 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતે ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે લગભગ એ જ ટીમ પસંદ કરી છે જે ન્યૂઝીલેન્ડ સામે હોમ વન-ડે સિરીઝમાં રમતી જોવા મળી હતી.
Latest Stories