/connect-gujarat/media/media_files/vXTpPupGAsAVYXBPNmnB.jpeg)
ભારતીય રેસલર વિનેશ ફોગાટના સિલ્વર મેડલ અંગેનો નિર્ણય ફરી એક વખત મોકૂફ રાખવામાં આવ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ મંગળવારે નવી તારીખ આપી છે. હવે આ નિર્ણય 16 ઓગસ્ટે રાત્રે 9:30 કલાકે જાહેર કરવામાં આવશે.
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે CAS શનિવારે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે પોતાનો નિર્ણય આપશે, પરંતુ કોર્ટે તેની સમયમર્યાદા વધારી દીધી હતી. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે 11 ઓગસ્ટે ચુકાદો જાહેર કરવામાં આવશે, પરંતુ હવે તેને 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.9 ઓગસ્ટના રોજ CASએ 3 કલાક સુધી કેસની સુનાવણી કરી. આ દરમિયાન વિનેશ પણ વર્ચ્યુઅલ રીતે હાજર હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA) વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો.