Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL-2023: ધોનીએ એવી ચાલાકી કરી, બીજા જ બોલમાં પવેલિયન ભેગો થયો રોહિત શર્મા

IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોની આગળ નીકળતા દેખાઈ રહ્યા છે, તેમણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને તેમની જાળમાં ફસાવી દીધા છે.

IPL-2023: ધોનીએ એવી ચાલાકી કરી, બીજા જ બોલમાં પવેલિયન ભેગો થયો રોહિત શર્મા
X

ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કેપ્ટનશીપની વાત કરવામાં આવે તો મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી ઉપર આવે છે. ધોની સાથે માત્ર રોહિત શર્માની કેપ્ટનશીપની સરખામણી કરવામાં આવે છે.IPLમાં આ બે કેપ્ટનની ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે.IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોની આગળ નીકળતા દેખાઈ રહ્યા છે, તેમણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને તેમની જાળમાં ફસાવી દીધા છે.

શનિવારે 6 મેના રોજ રમવામાં આવેલ મેચમાં ઓપનિંગ માટે રોહિત શર્માની જગ્યાએ કૈમરન ગ્રીનને ઉતારવામાં આવ્યા અને તે બીજી ઓવરમાં આઉટ થઈ ગયા. ત્યારપછી કેપ્ટન રોહિત શર્મા ક્રીજ પર આવ્યા, તેઓ બીજી ઓવરમાં માત્ર 1 બોલ રમી શક્યા. ત્રીજી ઓવરમાં દીપક ચહર બોલિંગ માટે આવ્યા અને ધોનીએ રોહિતને જાળમાં ફસાવી દીધો.

આ ઓવરના ચોથા બોલમાં રોહિત શર્મા સ્ટ્રાઈક પર આવ્યા અને ચહરના ધીમા બોલ પર એક રન લેવા માટે બહાર દોડ્યા. ઈશાને રોહિતને પરત મોકલ્યો. જ્યાં ધોનીએ જાળ પાથરી અને સ્ટમ્પ્સ પાસે ઊભા રહી ગયા. ચહરની સ્પીડ જોઈને રહત શર્મા પગથી મોટો શોટ રમી શકતા હતા, આ કરણોસર ધોનીએ આ જાળ પાથરી હતી. ધોનીએ સ્ટમ્પ પાસે આવીને રોહિતનએ અલગ શોટ રમવા માટે મજબૂર કર્યો અને આ પ્રકારે થયું. રોહિતે આગામી બોલ પર ચહર સામે વિકેટ પાછળ સ્કૂપ શોટ રમવા ગયા, પંરતુ બોલના કારણે મ્હાત ખાઈ ગયા. બોલ તેમના બેટ, ગ્લવ્સ અને હેલ્મેટને અડીને બાઉન્ડ્રી તરફ ના ગઈ. પરંતુ પોઈન્ટ પર ઊભા રહેલ ફીલિડરે સરળતાથી કેચ કરી લીધો.

Next Story