New Update
/connect-gujarat/media/post_banners/9607a32230900454fb0aac7a7e20c8e19f7becadbc9df75d66c08b70966d2696.webp)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના ઉદઘાટન સમારોહમાં ગાયક એઆર રહેમાન, સોનુ નિગમ અને બોલિવૂડ કલાકારો અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ પરફોર્મ કરશે.
IPLએ બુધવારે આ જાણકારી આપી. 22મી જાન્યુઆરીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ પહેલા ચેન્નાઈમાં સાંજે 6:30 કલાકે સેરેમની યોજાશે.આ સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 17 દિવસમાં 21 મેચો રમાશે, જેમાં 4 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) સામેલ હશે.