Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2024: MS Dhoni કરતા પણ વધુ છે આ કેપ્ટનોની સેલેરી, જુઓ IPLના સૌથી મોંઘા કેપ્ટનોની યાદી..!

IPLની 17મી સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે, જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે.

IPL 2024: MS Dhoni કરતા પણ વધુ છે આ કેપ્ટનોની સેલેરી, જુઓ IPLના સૌથી મોંઘા કેપ્ટનોની યાદી..!
X

IPLની 17મી સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે, જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. આ સિઝનમાં એમએસ ધોની ફરી એકવાર પોતાની કેપ્ટનશિપનું પ્રદર્શન કરતા જોવા મળશે. તમામની નજર ગત સિઝનની રનર અપ ટીમ ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન શુભમન ગિલ પર રહેશે.

IPLના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોની અને રોહિત શર્માથી લઈને ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન સુધી, તેઓ સમાચારમાં રહેશે. તે પહેલાં, ચાલો એક નજર કરીએ કે આગામી સિઝનના કેપ્ટનો કેટલો પગાર લઈ શકે છે.

આ 10 કેપ્ટનોને IPL 2024માં આટલો પગાર મળી શકે છે

1. એમએસ ધોની- રૂ. 12 કરોડ (ચેન્નઈ સુપર કિંગ્સ)

2. રોહિત શર્મા- રૂ. 16 કરોડ (મુંબઈ ઈન્ડિયન્સ)

3. સંજુ સેમસન- રૂ. 14 કરોડ (રાજસ્થાન રોયલ્સ)

4.શ્રેયસ અય્યર- રૂ. 12.25 કરોડ (KKR)

5.ફાફ ડુ પ્લેસિસ- રૂ 7 કરોડ (RCB)

6. ડેવિડ વોર્નર - રૂ. 6.25 કરોડ / ઋષભ પંત - રૂ. 16 કરોડ (જો પુનરાગમન થાય તો) (દિલ્હી કેપિટલ્સ)

7. એઇડન માર્કરામ - રૂ. 2.60 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)

8.કેએલ રાહુલ- રૂ. 17 કરોડ (લખનૌ સુપર જાયન્ટ્સ)

9.શિખર ધવન- રૂ 8.25 કરોડ (પંજાબ કિંગ્સ)

10. શુભમન ગિલ- રૂ. 15 કરોડ (ગુજરાત ટાઇટન્સ)

Next Story