IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત, ઋષભ પંત સૌથી વધુ કિંમત મેળવનારો ખેલાડી બન્યો

IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. ઋષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમત મેળવનારો ખેલાડી બની ગયો છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો

New Update
pant
Advertisment

IPL 2025ની મેગા ઓક્શનની બમ્પર શરૂઆત થઈ છે. ઋષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી વધુ કિંમત મેળવનારો ખેલાડી બની ગયો છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને આ મામલે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અહીં અમે તમને IPL 2025 અને હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જણાવીશું. જુઓ લિસ્ટ...

Advertisment

IPL 2024 માટે ગયા વર્ષે યોજાયેલી મીની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ અને સ્ટાર્ક પર મોટી રકમનો વરસાદ થયો હતો અને બંનેએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી, લગભગ બે કલાક પછી ઓસ્ટ્રેલિયાના ઘાતક બૉલર મિચેલ સ્ટાર્ક હરાજીના ટેબલ પર આવ્યો, અને તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બંનેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. IPL ઓક્શનના ઈતિહાસમાં પ્રથમ વખત 20 કરોડ રૂપિયાનો આંકડો પાર થયો અને તે પણ એકસાથે બે ખેલાડીઓ પર.

હાલમાં જ તમામ ટીમોએ હરાજી પહેલા તેમની રીટેન્શન લિસ્ટ બહાર પાડી હતી. આ વખતે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, જૉસ બટલર અને મિચેલ સ્ટાર્ક જેવા અનુભવી ખેલાડીઓ પર પણ બોલી લગાવવામાં આવી હતી, જેમને તેમની ટીમોએ જાળવી ન રાખવાનો નિર્ણય કર્યો હતો.

Latest Stories