/connect-gujarat/media/media_files/2025/03/23/Bl41O0pP5lnPIYff96C4.jpg)
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL-18ની ઓપનિંગ મેચ જીતી લીધી છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું. RCBએ 3 વર્ષ પછી KKRને હરાવ્યું. ટીમને સતત 4 મેચ હાર બાદ જીત મળી.ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બેંગલુરુ 16.2 ઓવરમાં 175 રનના ટાર્ગેટને ચેઝ કર્યો. વિરાટ કોહલી 59 રન બનાવીને અણનમ પરત ફર્યો.
કેપ્ટન રજત પાટીદારે 34 અને ફિલ સોલ્ટે 56 રન બનાવ્યા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને વૈભવ અરોરાને 1-1 વિકેટ મળી.ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ કોલકાતાએ 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણે (56 રન)એ અડધી સદી ફટકારી. જ્યારે સુનીલ નારાયણે 44 રન અને અંગક્રિશ રઘુવંશીએ 30 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલુરુ તરફથી કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી. જોશ હેઝલવુડે 2 વિકેટ લીધી. યશ દયાલ, રાસિખ સલામ અને સુયશ શર્માને 1-1 વિકેટ મળી.