IPL: પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, રાજસ્થાન રોયલ ટોચના સ્થાને, MI પ્રથમ જીત સાથે આ સ્થાન પર પહોંચી

આઈપીએલ 2024માં રવિવારના દિવસે ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી.

New Update
IPL: પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, રાજસ્થાન રોયલ ટોચના સ્થાને, MI પ્રથમ જીત સાથે આ સ્થાન પર પહોંચી

આઈપીએલ 2024માં રવિવારના દિવસે ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ડબલ હેડર મેચની પહેલી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. તો બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસની ટીમના નામે રહી હતી. આ બંન્ને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2024ની પહેલી જીત મળી ગઈ છે. આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10માં સ્થાન પર હતી, પરંતુ હવે 2 પોઈન્ટની સાથે 8માં સ્થાન પર આવી ગઈ છે. આ મેચમાંથી મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સને નુકસાન થયું છે. દિલ્હીની સાથે સાથે આરસીબીની ટીમને પણ મોટું નુકસાન થયું છે.લખનૌ સુપર જાયન્ટસને ગુજરાત વિરુદ્ધ મળેલી જીત બાજ પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. લખનૌએ આ સીઝનમાં અત્યારસુધી 4 મેચ રમી છે અને 3 મેચમાં જીત મેળવી છે. ગુજરાતની ટીમ 5માંથી જીત હાર અને 3 હારની સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે

Latest Stories