Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: રોમાંચક મેચમાં ગુજરાતે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું, GTના બોલરોની શાનદાર બોલિંગ

IPL: રોમાંચક મેચમાં ગુજરાતે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું, GTના બોલરોની શાનદાર બોલિંગ
X

ગુજરાત ટાઇટન્સ (GT)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024 ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 6 રનથી હરાવ્યું. મુંબઈ સતત 11મી વખત સિઝનની પ્રથમ મેચ હારી ગયું છે. પોતાની ઓપનિંગ મેચમાં ટીમની છેલ્લી જીત 2012ની સિઝનમાં હતી. ત્યારે ટીમે CSKને હરાવ્યું હતું.રવિવારે રાત્રે અમદાવાદમાં 168 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન જ બનાવી શકી હતી. આ પહેલાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા.

સાઈ સુદર્શને 45 રન અને કેપ્ટન શુભમન ગિલે 31 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી. ગેરાલ્ડ કોત્ઝીને 2 વિકેટ મળી હતી. એક વિકેટ પીયૂષ ચાવલાના ખાતામાં આવી હતી.મુંબઈ માટે ડેવાલ્ડ બ્રેવિસે 46 રન અને રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા, પરંતુ તેઓ પોતાની ટીમને સિઝનની પ્રથમ જીત અપાવી શક્યા ન હતા. છેલ્લી બે ઓવરમાં સ્પેન્સર જોન્સન અને ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી અને 2-2 વિકેટ લીધી. આ બંને પહેલાં મોહિત શર્મા અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​પણ 2-2 વિકેટ ઝડપી હતી.

Next Story