બુધવારે BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. જેમાં 30 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈશાન અને અય્યર છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમના મહત્વના સભ્યો હોવા છતાં આ યાદીમાંથી ગાયબ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારો આ બંનેથી નારાજ હતા. કારણ કે તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને મહત્વ ન આપ્યું.
જો કે આ દરમિયાન ઈરફાન પઠાણે એક ટ્વીટ કર્યું છે જે BCCIના આ નિર્ણય અને તેની નીતિ પર સવાલ ઉઠાવી રહ્યું છે.ઈરફાન પઠાણે ઈશારામાં BCCIને એક સવાલ પૂછ્યો છે કે જો હાર્દિક પંડ્યા લાલ બોલની ક્રિકેટ રમી શકતો નથી તો શું તેણે પોતાના ફ્રી સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સફેદ બોલની ટૂર્નામેન્ટ ન રમવી જોઈએ? આ સવાલ પૂછી ઈરફાન પઠાણે BCCI પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે.