ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે મહેમાન ટીની પ્રથમ ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પણ પૂરી કરી લીધી. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતા બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ફરી એકવાર પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશના હસન મહમૂદની વિકેટ લીધા બાદ એક ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જસપ્રીત બુમરાહ ભારત તરફથી 400 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 687 વિકેટ લીધી છે. જેમાં વનડે અને ટેસ્ટ બંનેની વિકેટનો સમાવેશ થાય છે. તે ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર ઝડપી બોલર છે.
ભારતના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઝહીર ખાને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 597 વિકેટ લીધી છે. ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ઝડપી બોલરોની યાદીમાં તે બીજા સ્થાને છે.