![bumra](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/01/08/sCPuJO0kdWouupI03XJj.jpg)
જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝમાં 32 વિકેટ ઝડપ્યા પછી આઈસીસી રેન્કિંગમાં પણ ઇતિહાસ રચ્યો છે. જસી આઈસીસીના લેટેસ્ટ રેન્કિંગમાં રેકોર્ડ 908 પોઇન્ટ સુધી પહોંચી ગયો છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં અહીં સુધી પહોંચનાર પહેલો ભારતીય ખેલાડી છે. તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. લેટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેન રિયાન રિકલ્ટન અને બોલર્સ સ્કોટ બોલેન્ડને જોરદાર ફાયદો થયો છે.
આઈસીસીએ બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યાં છે. જસપ્રીત બુમરાહ પહેલા નંબરે છે. તે ગત અઠવાડિયે 907 રેન્કિંગ પોઇન્ટ સાથે પહેલા નંબરે હતો. તે ત્યારે 907 રેન્કિંગ પોઇન્ટ મેળવનાર પહેલો ભારતીય બન્યો હતો. તે પહેલા સૌથી વધુ રેન્કિંગ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના (904)ના નામે હતો. લેટેસ્ટ રેન્કિંગમાં પેટ કમિન્સ અને કાગિસો રબાડાના એક એક સ્થાનનો ફાયદો થયો છે.
કમિન્સ હવે બીજા અને રબાડા ત્રીજા નંબરે છે. જોશ હેઝલવુડ ચોથા અને માર્કો જેનસન પાંચમાં નંબરે છે. ભારતને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્કોટ બોલેન્ડે 29 સ્થાનની છલાંગ લગાવી છે. સ્કોટ બોલેન્ડે સિરીઝમાં 21 વિકેટ લીધી છે જેના કારણે તે ટોપ 10માં સામેલ થઈ ગયો છે. બોલેન્ડનું લેટેસ્ટ રેન્કિંગ 9 છે.