New Update
/connect-gujarat/media/post_banners/4c1fd600350fa18ffc131b39621d4488125bb04be1f18cde17410a975d1b2fb7.webp)
વિરાટ કોહલીએ તેના આઇડલ સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. વિરાટે સચિનના વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડીને વધુ એક શિખર સર કર્યું છે. આ મહાન બેટરે પોતાની વન-ડે કરિયરની 50મી સદી અને ઈન્ટરનેશનલ કરિયરની 80મી સેન્ચુરી પૂરી કરી છે. કોહલી વિશ્વનો પહેલો બેટર બની ગયો છે, જેણે વન-ડેમાં 50 સદી પૂરી કરી હોય.વન-ડે વર્લ્ડ કપ 2023ની પહેલી સેમિફાઈનલ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટેબલ ટોપર ભારત અને 2019ની રનર અપ ન્યૂઝીલેન્ડ રમી રહી છે. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે.
Latest Stories