દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રણજી મેચમાં વિરાટ કોહલીની સુરક્ષામાં ચૂક જોવા મળી

મેચ દરમિયાન કોહલીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મેચમાં વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સ્ટેન્ડમાં હાજર હતા, ત્યારે એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેચ દરમિયાન મેદાનમાં ઘૂસી આવ્યો

New Update
virat Kohli Arun Jaitly Stadium

વિરાટ કોહલીની એક ઝલક જોવા માટે ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી ટીમનો હિસ્સો છે. આ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ મેચ દરમિયાન કોહલીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મેચમાં વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સ્ટેન્ડમાં હાજર હતાત્યારે એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેચ દરમિયાન મેદાનમાં ઘૂસી આવ્યો હતો.

Advertisment

મેચ દરમિયાન ચાહકનો મેદાનમાં ઘૂસવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કેએક ફેન સ્ટેન્ડમાંથી બહાર આવે છે અને સીધો કિંગ કોહલી તરફ દોડી જાય છે. આ સમય દરમિયાન કોહલી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો છે.ચાહક ત્યાં પહોંચીને તરત જ કોહલીના પગ સ્પર્શ કરે છે.

 ત્યારબાદ તરત જ સુરક્ષા ગાર્ડ મેદાનમાં દોડી આવે છે અને ચાહકને પકડીને સ્ટેડિયમની બહાર લઈ જાય છે. આ સમય દરમિયાન મેચ થોડા સમય માટે અટકી જાય છે.મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી થઈ છે. આ પહેલા કોહલીએ ટુર્નામેન્ટની છેલ્લી મેચ નવેમ્બર 2012માં રમી હતી. હવે ચાહકો રેલવે સામેની મેચમાં કોહલીની બેટિંગ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

Latest Stories