લખનઉ સુપર જાયન્ટ્સ ભારતીય બેટર કેએલ રાહુલને રિલીઝ કરશે !

લખનઉ સુપર જાયન્ટ્સ ભારતીય બેટર કેએલ રાહુલને રિલીઝ કરવા જઈ રહી છે. ફાસ્ટ બોલર મયંક યાદવ, રવિ બિશ્નોઈ અને નિકોલસ પૂરનને રિટેન કરી શકે છે. LSGના સોર્સના આધારે,

k l rahul
New Update

લખનઉ સુપર જાયન્ટ્સ ભારતીય બેટર કેએલ રાહુલને રિલીઝ કરવા જઈ રહી છે. ફાસ્ટ બોલર મયંક યાદવ, રવિ બિશ્નોઈ અને નિકોલસ પૂરનને રિટેન કરી શકે છે. LSGના સોર્સના આધારે, અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમના મેન્ટર ઝહીર ખાન અને કોચ જસ્ટિન લેંગરે કેએલ રાહુલના આંકડાઓનું એનાલિસિસ કર્યું છે. તે સ્પષ્ટ થઈ ગયું કે ટીમ લગભગ તમામ મેચ હારી ગઈ છે. કેએલ રાહુલે લાંબા સમય સુધી બેટિંગ કરી છે અને રન બનાવ્યા છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ રમતની ગતિ સાથે મેળ ખાતો નથી.

ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સાથે સ્કોર વધુ થઈ રહ્યો છે. ટૉપ ઓર્ડરનો ટોચનો પ્લેયર રમવા માટે આટલો સમય લે તે પરવડી શકે નહીં. ફ્રેન્ચાઇઝીએ રાહુલ પર બોલી લગાવવાની વાતને નકારી નથી. છેલ્લી ત્રણ સિઝનમાં કેએલ રાહુલે 1410 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 130.65 રહ્યો છે. રાહુલે 2022ની સિઝનમાં બે સદી ફટકારી હતી. એક તરફ ભારતીય ટીમમાં પણ રાહુલનું સ્થાન ડગુંમગું છે, અને હવે બીજીતરફ તેને LSG રિલીઝ કરી શકે તેવા અહેવાલોથી રાહુલનું પત્તું કપાઈ શકે છે.

#release #Lucknow Super Giants #KL Rahul
Here are a few more articles:
Read the Next Article